ભરૂચ: મનરેગા કૌભાંડ બાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સપાટો, કરાર આધારિત 21 કર્મચારીઓને છુટા કરાયા

મનરેગા કૌભાંડ બાદ જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા કરાર આધારિત 21 કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે તો 2 કર્મચારીઓના રાજીનામાં મંજૂર કરવામાં આવ્યા

New Update
  • ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ

  • જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સપાટો

  • 21 કર્મચારીઓને છુટા કરાયા

  • 2 કર્મચારીઓના રાજીનામાં મંજુર

  • ફરજમાં બેદરકારીના આરોપ

ભરૂચના ચખયારી મનરેગા કોબાનમાં પોલીસની તપાસ બાદ હવે તંત્ર એ પણ સપાટો બોલાવ્યો છે જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા કરાર આધારિત 21 કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે તો 2 કર્મચારીઓના રાજીનામાં મંજૂર કરવામાં આવ્યા છે.

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડના પર્દાફાશ સાથે એજન્સીઓ બાદ હવે કર્મચારીઓ સામે પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરાર આધારિત 21 કર્મચારીઓને સેવામાંથી છુટા કરી દેવામાં આવ્યા છે.આ ઉપરાંત બે કર્મચારીઓના રાજીનામાં પણ મંજૂર કરી લેવામાં આવ્યા છે.

ફરજમાં બેદરકારી અને જવાબદારી બરાબર ન નિભાવી હોવાના આક્ષેપ સાથે કરાર આધારિત કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા છે. મનરેગામાં તાલુકા પંચાયત સહિતની કચેરીઓમાં ફરજ બજાવતા ઓપરેટર સહિતના કર્મચારીઓએ શંકાસ્પદ ભૂમિકા ભજવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું ત્યારે હવે પોલીસ બાદ વહીવટી તંત્રએ પણ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે જેનાથી કર્મચારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Latest Stories