New Update
ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસું જામ્યું છે ત્યારે વીતેલા 24 કલાકમાં જિલ્લાના તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસું જમ્યું છે.એક અઠવાડિયાના વિરામ બાદ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં અનરાધાર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ હાંસોટ તાલુકામાં 3 ઇંચ અને વાલીયા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 24 કલાકમાં પણ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રવિવારે પણ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠેર ઠેર ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
Latest Stories