ભરૂચ: PUC માટે એક સપ્તાહથી ઓનલાઈન સર્વર બંધ રહેતા વાહનચાલકોને હાલાકી

ભરૂચમાં છેલ્લા અઠવાડિયાથી  PUC સેન્ટર પર વાહન ચાલકો ઓન લાઇન સર્વર બંધ રહેતા ધરમધક્કા ખાઇ રહ્યા છે. ક્યારેક PUC  સંચાલકો સાથે ઝઘડા પણ થઈ રહ્યા છે.

New Update
  • ભરૂચમાં વાહનચાલકોને હાલાકી

  • પીયૂસી માટેનું સર્વર એક સપ્તાહથી બંધ

  • ઓનલાઈન સર્વર બંધ રહેતા મુશ્કેલી

  • આર.ટી.ઓના કામો પણ અટવાયા

  • સમસ્યાનું વહેલીતકે નિરાકરણ આવે એવી માંગ

Advertisment
ભરૂચમાં PUC માટે ઓનલાઈન સર્વર બંધ રહેતા વાહનચાલકોને ભારે  હાલાકીનો સામનો કરવા સાથે બિનજરૂરી દંડ ભરવો પડી રહ્યો છે. ભરૂચમાં છેલ્લા અઠવાડિયાથી  PUC સેન્ટર પર વાહન ચાલકો ઓન લાઇન સર્વર બંધ રહેતા ધરમધક્કા ખાઇ રહ્યા છે.
ક્યારેક PUC  સંચાલકો સાથે ઝઘડા પણ થઈ રહ્યા છે. PUCની મુદ્દત પૂરી થઈ જતા RTO સંબંધી કામો જેવા કે વાહન ટ્રાન્સફર,લોન કેન્સલ વગેરે કામકાજ થતા નથી.તો બીજી બાજુ PUC ન હોવાને કારણે કંપની કોન્ટ્રાક્ટમાં મૂકેલા વાહનોને  પ્રવેશ નહીં કરવા દેવાતા આર્થિક નુકસાન થઈ રહ્યું છે જેના કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ આ સમસ્યાના તુરંત  નિવારણ માટેની માંગ કરી રહ્યા છે.
બીજી બાજુ PUC સેન્ટર સંચાલકો ધ્વારા પણ આ સમસ્યા માટે રજૂઆતો  છતાં હજુ સુધી કોઈ નિરાકરણ નહીં આવતા રોજના 25 ,30 વાહન ચાલકોએ PUC વિના પરત ફરી રહ્યા છે .જેનું નુકસાન પણ ભોગવવું પડે છે.તેઓ ઝડપથી આ સર્વરની સમસ્યાનું નિવારણ થાય તેમ ઈચ્છી રહ્યા છે.
Advertisment
Latest Stories