-
ડમલાઈ ખાતે ખનીજ ચોરીનો મામલો
-
સાંસદે કરી હતી સોશિયલ મીડિયામાં પોસ્ટ
-
સાંસદ અને પૂર્વ MLA દ્વારા કરાયું સ્થળ નિરીક્ષણ
-
ખનીજ ચોરો મશીનરી સાથે થયા ફરાર
-
ખનીજ ચોરી સામે યોગ્ય તપાસની કરાઈ માંગ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામે ખનીજ ચોરીની ઉઠેલી ફરિયાદ બાદ સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું,અને જવાબદારો સામે તેઓએ તપાસની માંગ કરી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામે ખનીજ ચોરીની ફરિયાદ ઉઠવા પામી હતી,અને આ અંગે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તપાસની માંગ કરી હતી,જ્યારે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ જનતા રેડની ચીમકી ઉચ્ચારી હતી,આજરોજ સાંસદ મનસુખ વસાવા અને મહેશ વસાવા સમર્થકોને સાથે રાખી સ્થળ નિરીક્ષણ કર્યું હતું,જોકે ગેરકાયદેસર ખોદકામ મુદ્દે જનતા રેડની જાણકારી મળી જતા ખોદકામ કરતા તત્વો પોતાની મશીનરી સાથે ગાયબ થઇ ગયા હતા.
આ ઘટના દરમિયાન પડવાણીયા ગામના આગેવાન કનુ વસાવાએ સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાને ઉગ્ર રજૂઆત કરી હતી,અને જણાવ્યું હતું કે ખનીજ ચોરી કરતા ચોરોની યોગ્ય તપાસ કરવા માંગ કરી હતી.
ખનીજ ચોરીનો મુદ્દો દિવસે ને દિવસે વિવાદનું કેન્દ્ર બની રહ્યો છે,ત્યારે સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ સમર્થકો સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું,મહેશ વસાવાએ જણાવ્યું હતું કે ખનીજ ચોરી અંગે ઉચ્ચક્ક્ષા સુધી રજૂઆત કરવામાં આવી છે,પરંતુ કોઈ કાર્યવાહી ન થતા જનતા રેડ કરવાનું નક્કી કર્યું હતું,ઝઘડિયા સહિતના વિસ્તારોમાં ચાલતી ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ તેઓએ કરી હતી.