New Update
/connect-gujarat/media/media_files/2025/03/15/2MkYT3OBmSy0coawh5LN.jpg)
ભરૂચના સાંસદ મનસુખ વસાવે ફરી એકવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે પોલીસના ત્રાસના કારણે ભરૂચ તાલુકાના કવિઠા ગામના યુવાન કીર્તન વસાવાએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ કર્યા છે.સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં યુવાનની સ્યુસાઇડ નોટ પણ પોસ્ટ કરી છે.
સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં કરેલ પોસ્ટ અનુસાર ભરૂચ તાલુકાના કવિઠા ગામે એક આદિવાસીભાઈ કિર્તન અમૃતલાલ વસાવાએ ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ સ્ટેશનના ત્રાસથી આત્મહત્યા કરેલ છે.આ સંદર્ભે કેટલાક લોકો પોલીસને બચાવવાની કામગીરીમાં લાગી ગયા છે, પરંતુ આ વિષયમાં આદિવાસી સમાજ અને પરિવારની માંગણી છે કે કાયદેસરની કાર્યવાહી થાય જેમાં હું પણ સમાજની સાથે છું. ખોટી રીતે પરિવારને હેરાન કરનાર અને એક સામાન્ય આદિવાસી પરિવારના ઘરના મોભીને મરવા માટે મજબૂર કરનાર જે કોઈ પણ હશે એમની ન્યાયીક તપાસ થાય અને મૃત્યુ પામનાર કિર્તનભાઈ તથા તેમના પરિવારને ન્યાય અપાવવા માટે હું મારા પૂર્ણ પ્રયત્નો કરીશ. આ મામલામાં પોલીસ દારૂના કેસમાં હેરાન કરતી હોવાનો ઉલ્લેખ યુવાને સોશ્યલ મીડિયામાં કર્યો છે ત્યારે પોલીસ અને સાંસદ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.