New Update
ભરૂચમાં ગણેશ વિસર્જનને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે
ભરૂચ શહેરમાં દુંદાળા દેવ ગણેશજી દસ દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થીના રોજ વિદાય લેનાર છે ત્યારે શ્રીજી વિસર્જન માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.ભરૂચ નગર સેવા સદન દ્વારા ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચના શક્તિનાથ નજીક જે.બી મોદી પાર્ક પાસે તથા મકતમપુર વિસ્તારમાં પણ એક મોટું જળકુંડ બનાવવામાં આવી રહ્યું છે .જ્યારે ત્રીજો કુત્રિમ જળકુંડ ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓના કારણે નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે તંત્ર દ્વારા કૃત્રિમ જલકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેમાં જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા ગણેશ આયોજકોને અપીલ કરવામાં આવી છે
Latest Stories