New Update
ભરુચ તાલુકાનાં નિકારો ગામની સીમમાં ત્રણ બુટલેગરો વિદેશી દારૂ સગેવગે તે પહેલા નબીપુર પોલીસે દરોડા પાડી 36 હજારનો દારૂ અને ત્રણ વાહનો મળી કુલ 1.77 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
ભરુચ તાલુકાનાં નિકારો ગામમાં રહેતો બુટલેગર પ્રકાશ કાલિદાસ ઉર્ફે કાલો વસાવા અને કિરણ કાલિદાસ ઉર્ફે કાલો વસાવા સહિત કિશન ધનજી વસાવા ગામની સીમમાં ત્રણ વાહનો ઉપર ફોર વ્હીલમાથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી એક બાઇક અને બે મોપેડ ઉપર વિદેશી દારૂનો જથ્થો સંતાડી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે ત્રણેય ઇસમો વાહનો સ્થળ પર મૂકી ફરાર થઈ ગયા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 328 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 36 હજારનો દારૂ અને ત્રણ વાહનો મળી કુલ 1.77 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ત્રણેય ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories