New Update
ભરૂચમાં હાથ ધરવામાં આવ્યુ ચેકીંગ
નગરપાલિકા અને ફૂડ વિભાગનું ચેકીંગ
ખાણીપીણીની લારીઓ પર ચેકીંગ કરાયુ
ખાદ્યપદાર્થોની ગુણવત્તા તપાસાય
સાફ સફાઈ અંગે પણ કરાયુ નિરીક્ષણ
ભરૂચ નગર સેવા સદન તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા સહિત સાફ સફાઈ અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ નગર સેવા સદન તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આજરોજ શહેરના શક્તિનાથ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાણીપીણીની દુકાનો તેમજ લારીઓ પર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચેકિંગ કરાયું હતું. ખાણીપીણીની લારીઓ પર સાફ સફાઈ રાખવામાં આવે છે કે કેમ કચરાનો વ્યવસ્થિત રીતે નિકાલ તેમજ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સહિતની ચીજ વસ્તુઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જરૂર જણાયે સૂચના પણ આપવામાં આવી હતી.
કેટલીક વખત ખાણીપીણીની લારીઓ પર અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય છે જેનાથી લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય છે ત્યારે નગર સેવા સદન અને ફૂડ એન્ડ ડ્રગસ વિભાગ દ્વારા આ પ્રમાણે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.આ પ્રક્રિયામાં નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, ફૂડ ઓફિસર નિકિતા પટેલ, એ.બી.રાઠવા તેમજ કર્મચારીઓ જોડાયા હતા.
Latest Stories