New Update
ભરૂચ નગર સેવા સદન દ્વારા આયોજન
સ્વછતા હી સેવા અંતર્ગત યોજાયો કાર્યક્રમ
ફૂડ વિક્રેતાઓ માટે સેમિનાર યોજાયો
સ્વરછતા અંગે અપાયું માર્ગદર્શન
અધિકારીઓ- આમંત્રિતો રહ્યા ઉપસ્થિત
ભરૂચ નગર પાલિકા કચેરી ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત ફૂડ વિક્રેતાઓ માટે સ્વચ્છતા અંગેનો સેમિનાર યોજાયો હતો.ભરૂચ નગર પાલિકા કચેરીના સભાખંડ ખાતે પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલની અધ્યક્ષતામાં પી.એમ.સ્વનિધિ શહેરી વિકાસ વર્ષ-2025-26ની ઉજવણી નિમિત્તે ગુજરાત શહેરી આજીવિકા મિશન અને ફૂડ સેફટી સ્ટાન્ડડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ભરૂચ નગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત ફૂડ વેચાણ કરતા ફેરિયાઓ માટે તાલીમ સેમિનાર યોજાયો હતો.
જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય થકી તાલીમ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ફેરિયાઓએ સ્વચ્છતા કેવી રીતે રાખવી તેમજ ગ્રાહકોના આરોગ્યની તકેદારી કેવી રીતે રાખવી તે અંગે તાલીમ આપવામાં આવી હતી.
Latest Stories