New Update
-
ભરૂચ નગર સેવા સદન દ્વારા આયોજન કરાયું
-
વિવિધ વોર્ડમાં કરાયુ આયોજન
-
રેશનકાર્ડ E-KYC કરવાનો કેમ્પ યોજાયો
-
મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો
-
સ્થાનિક નગર સેવકો રહ્યા ઉપસ્થિત
ભરૂચ નગર સેવા સદન દ્વારા આજરોજ વિવિધ વિસ્તારોમાં રેશનકાર્ડ E-KYC કરવાનો કેમ્પ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજરોજ ભરૂચ નગર સેવા સદન દ્વારા ભરૂચના વોર્ડ નંબર 8, 9,10 અને 11ના રેશનકાર્ડ EKYC કેમ્પનું લાલબજાર સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તો વોર્ડ નંબર છ ના ઈ કેવાયસી કેમ્પનું સિદ્ધિવિનાયક મંદિર નજીક આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.700થી વધુ લાભાર્થીઓએ તેમના રેશનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક કરાવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક નગર સેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories