New Update
ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે આયોજન
તાલુકાની તમામ કોર્ટમાં પણ આયોજન
રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું
કાનૂની સેવા સત્તા મંડળના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
15 હજારથી વધુ કેસ રજૂ કરાયા
ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેસો સમાધાન અર્થે રજૂ કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તમામ તાલુકાની કોર્ટમાં આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં 9,000 જેટલા પેન્ડિંગ કેસ વિવિધ સંસ્થાના 15,000 કેસ તેમજ 10 હજાર જેટલા વાહનોના ઈ ચલણના કેસ રજૂ કરવામાં આવ્યા હતા. જેનો સમાધાન કરી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.બી.તિવારી સહિત ન્યાયાધીશો અને ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા