New Update
/connect-gujarat/media/media_files/2025/12/01/lok-adalat-2025-12-01-18-22-14.jpg)
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજના અધ્યક્ષ સ્થાને જિલ્લા અદાલત તેમજ જિલ્લાની દરેક તાલુકાની કોર્ટમાં આગામી તા. 13 ડિસેમ્બને શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.
ભરૂચ જિલ્લાની જનતા માટે આ લોક અદાલતના માધ્યમથી પોતાના કેસોમાં ઝડપી નિરાકરણ લાવવાની સુવર્ણ તક છે. આ લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લઈ શકે તે માટે ગુજરાત રાજયના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ દ્રારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
આ લોક અદાલતમાં નાગરીકો લગ્નવિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સીવીલ દાવા, જમીન સંપાદન, મોટર અકસ્માત્ના વળતરના કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, વીજળી સંબંધિત કેસો સહિત માત્ર દંડ પાત્ર સમાધાન લાયક ફોજદારી કેસો રજુ કરી શકશે. પક્ષકારોએ પોતાના કેસો લોક અદાલત સમક્ષ સંબંધિત કોર્ટ અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય સંકુલ, ભરૂચ તેમજ તાલુકા કક્ષાએ તાલુકા કોર્ટોમાં કાર્યરત તાલુકા કાનૂની સેવા સમિતિઓનો સંપર્ક કરવા, અથવા ટોલ ફ્રી નંબર 15100 ઉપર સંપર્ક કરવો કે કાનૂની સેવા સત્તા મંડળની વેબસાઈટની મુલાકાત કરવા ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Latest Stories