અમદાવાદથી દાંડી સુધી દાંડી યાત્રા
ઐતિહાસિક દાંડી માર્ચને અદ્દભુત શ્રદ્ધાંજલિ
40 NCCકેડેટ્સ દ્વારા410કિમીની યાત્રામાં જોડાયા
ભરૂચના અણખી ગામે યાત્રાનું ઉમળકાભેર સ્વાગત
ગાંધીજીના ઉદ્દેશ્યો અને મૂલ્યોને પુનર્જીવિત કરવાનો પ્રયાસ
ઐતિહાસિક દાંડી માર્ચને અદ્દભુત શ્રદ્ધાંજલિ રૂપે, 20યુવક અને20યુવતીઓ સહિત ગુજરાતના40 NCCકેડેટ્સે સાબરમતી આશ્રમથી દાંડી મીઠા સત્યાગ્રહ સ્મારક સુધી14દિવસની કૂચ કરી છે. કુલ410કિલોમીટર લાંબી આ યાત્રા10ડિસેમ્બર2024ના રોજ શરૂ થઈ હતી,અને23ડિસેમ્બર2024ના રોજ સમાપ્ત થશે.
આ ક્રેડેટ્સ દરરોજ આશરે40કિલોમીટરનું અંતર કવર કરીને,દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સંગ્રામ અને સત્યાગ્રહની ભાવનાને લોકોના હૃદયમાં જીવંત રાખવાનો પ્રયાસ કરશે.આ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ઉદ્દેશ્યો અને મૂલ્યોને પુનર્જીવિત કરવા પડશે.આ અંતર્ગત યુવાનોને વ્યસનથી દૂર રાખવા અને સ્વતંત્રતા ચળવળ સાથે જોડાયેલી યાદોને તાજી કરવાના પ્રયાસો કરવામાં આવશે.
આ યાત્રા આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામ ખાતે આવી પહોંચી હતી.આ40ક્રેડેટ્સનું શાળાના વિદ્યાર્થીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા.આ દાંડી યાત્રાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.