ભરૂચમાં આવેલું છે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ
નેરોલેક કંપની દ્વારા સેવા કાર્ય
ચિલ્ડ્રન હોમમાં વિવિધ ચીજવસ્તુઓ આપવામાં આવી
અર્પણ સમારોહનું કરાયુ આયોજન
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
ભરૂચના સાયખામાં આવેલ કંસાઈ નેરોલેક કંપની દ્વારા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં 18 નંગ તિજોરી, 12 નંગ કિચનના વપરાશ માટે ડબ્બા અને 20 નંગ પલંગ સાથે અનાજ ભરવા માટે 10 જેટલી પીપ આપવામાં આવી હતી.કાર્યકમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. બાળાઓ દ્વારા કાર્યક્રમમાં સ્વચ્છ ભારત અંતર્ગત નૃત્ય રજૂ કરી સ્વચ્છતા જાળવવા માટે એક સંદેશ આપ્યો હતો.આ પ્રસંગે સી.એસ.આર.ના નોડલ ઓફિસર અલ્પેશ ચૌહાણ,ચાઈલ્ડ વેલફેર કમિટીના ચેરમેન પિનાકીન કંસારા, બાળ સુરક્ષા અધિકારી વિવયન ક્રિશ્ચન, નેરોલેક કંપનીના અધિકારીઓ પરેશ પટેલ,સી.એસ.ઓ કશ્યપ નારે, કોમર્શિયલ હેડ અક્ષીતા તિવારી, પ્રોડક્શન ઓફિસર શ્વેતા પટેલ,ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના અધિક્ષક ખુશ્બુ રાણા ઉપસ્થિત રહ્યા હતા.