/connect-gujarat/media/media_files/2025/01/19/TGgvHktWiUInjYUJXZQO.jpg)
નેત્રંગ વનવિભાગના આરએફઓ એમ.એફ દિવાન અને વનકમીઁઓ જંગલવિસ્તારમાં થતું નુકસાન અટકાવવા માટે રાત-દિવસ નાઇટ પેટ્રોલિંગ અને ફેરણું કરવામાં આવે છે.જેમાં આરએફઓ એમ.એફ દિવાનને રાજકોટ પાસિંગની ટ્રકમાં ગેરકાયદેસર ખેરના લાકડાના જથ્થાની હેરાફેરી થવાની બાતમી મળતા છેલ્લા ત્રણ દિવસથી નેત્રંગ વિસ્તારમાં પેટ્રોલીંગમાં ગતરાત્રી બાતમીના આધારે ટ્રક પસાર થતાં નેત્રંગ-અંકલેશ્વર રોડ ઉપર આવેલ મોરીયાણા નસઁરી પાસે ટ્રકની પકડી પાડી હતી. જેમાં ખેરના લાકડાનો જથ્થો ૦૯ ટન જેની કિંમત ૪,૫૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે રૂ.૧૦ લાખની ટ્રક કબ્જે કરી નેત્રંગ વનવિભાગમાં લઈ જવામાં હતી.જ્યારે અંધકારનો લાભ ઉઠાવી ડ્રાઇવર-કંડક્ટર ટ્રક મુકીને ફરાઉલ્લેખનીય છે કે,આરએફઓ એમ.એફ દિવાને ખેરના લાકડાની ગેરકાયદેસર લાકડાની ગંભીર બનાવના પગલે કડક હાથે કાયઁવાહી કરતાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.