New Update
/connect-gujarat/media/media_files/2025/01/31/pmPN9EWoDkJ7pbt9UivV.jpg)
ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને ભરૂચ જીલ્લાનાં તથા પો.સ્ટે.નાં વોન્ટેડ આરોપીઓની હ્યુમન ઇન્ટેલીજન્સ દ્રારા માહીતી એકત્ર કરતાં બાતમી મળી હતી કે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ માસથી વોન્ટેડ આરોપી- સુરેશ ફુલસિંગભાઇ વસાવારહે.નિશાળ ફળિયુ ઝરણા તા.નેત્રંગ ઘરે હાજર છે. જેથી નેત્રંગ પોલીસ ટીમે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી તેને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને હવાલે કર્યો હતો.ઝડપાયેલ આરોપી ચોરીના ગુનામાં છેલ્લા 3 માસથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.