New Update
/connect-gujarat/media/media_files/2024/11/13/JmKJ8KtcpAoTjqHYN4x7.jpg)
તારીખ 09-11-2024 થી તારીખ 11- 11- 2024 દરમિયાન ત્રીજી સમર નેશનલ આઈસસ્ટોક ચેમ્પિયનશીપ- 2024માં ટીમ ટાર્ગેટ ઇવેન્ટની સ્પર્ધામાં શ્રીનગરમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ ઐતિહાસિક ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ વધાર્યું છે.
નેત્રંગ તાલુકાના કબીરગામ પ્રાથમિક શાળાના શિક્ષક ચૌધરી જીગ્નેશભાઈ, મૌઝા પ્રાથમિક શાળાના શિક્ષક રાઠોડ દિવ્યેશભાઈ, બોરખાડી પ્રાથમિક શાળાના શિક્ષક ગામિત સંદીપભાઈ, કોડવાવ પ્રાથમિક શાળાના શિક્ષક ચૌધરી મહેન્દ્રભાઈએ ટીમ ટાર્ગેટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. ભારત દેશના દરેક રાજ્યની ટીમોને આ શિક્ષકોએ પોતાના ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ પ્રદર્શનથી પરાસ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ શિક્ષકોને ગુજરાત આઈસસ્ટોક એસોસિયેશનના ચેરમેન રંજનબેન વસાવા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શિક્ષકોની આ સિદ્ધિ બદલ શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.