New Update
ભરૂચમાં ગણેશ મહોત્સવનું કાઉન્ટ
નવી વસાહત યુવક મંડળ દ્વારા અનોખી ઉજવણી કરાશે
સ્વર્ગ-નરકની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી
સારા અને ખરાબ કર્મો અંગે લોકોને અપાશે માહિતી
તડામાર તૈયારીઓ શરૂ કરાય
ભરૂચ નવી વસાહત યુવક મંડળ દ્વારા સ્વર્ગ અને નરકની અનોખી થીમ આધારિત ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે
ભરૂચ શહેરના નવી વસાહત યુવક મંડળ દ્વારા છેલ્લા 52 વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે નવી અને પ્રેરણાત્મક થીમ દ્વારા લોકોમાં ધાર્મિક ભાવના તથા સામાજિક સંદેશ જગાડનારું આ મંડળ આ વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.આ વર્ષે મંડળે ગરુડ પુરાણના આધારે મનુષ્યના સારા અને ખરાબ કર્મોનું ફળ સ્વરૂપ સ્વર્ગ તથા નરકની પ્રાપ્તિ પર આધારિત થીમ રજૂ કરી છે. મંડળ દ્વારા સ્થાપિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સાથે પંડાલમાં સ્વર્ગ તથા નરકના દૃશ્યો રજૂ કરવામાં આવશે.
એક બાજુ સદ્કર્મોના પરિણામે મળતા સ્વર્ગના સુખદ દર્શન કરાવવામાં આવશે.તો બીજી બાજુ દુષ્કર્મો કરનારને મળતા નરકના યાતનાદાયક દૃશ્યો રજૂ કરાશે.ગુજરાતમાં આ પ્રકારની થીમ આધારિત ગણેશ સ્થાપના પ્રથમવાર જોવા મળી રહી છે. મંડળના જણાવ્યા મુજબ આ થીમનો હેતુ માત્ર ધાર્મિક જ્ઞાન આપવાનો નથી પરંતુ યુવા પેઢીને સદ્કર્મો કરવા અને જીવનમાં ધર્મ-અધર્મની સમજણ અપાવવાનો છે.સ્થાનિક લોકો સહિત ધર્મપ્રેમી ભક્તોએ પંડાલમાં આવીને માત્ર ગણેશજીના દર્શન ની સાથે મૃત્યુ બાદના સ્વર્ગ અને નરકના અનુભવનો પણ અનોખો અનુભવ મળશે.
Latest Stories