New Update
-
ભરૂચમાં નવા વર્ષને આવકારાયું
-
અદમ્ય ઉત્સાહ સાથે આવકાર અપાયો
-
ઠેર ઠેર ડી.જે.પાર્ટીનું આયોજન
-
ભવ્ય આતાશબાજીનો પણ નજારો
-
પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ
ભરૂચ શહેર અને જિલ્લામાં અદમ્ય ઉતાસ સાથે નવા વર્ષને આવકારવામાં આવ્યું હતું.ઠેર ઠેર યોજાયેલ ડી.જે.પાર્ટીમાં યુવાધન મનમૂકીને ઝૂમ્યુ હતું
ભરૂચ શહેરમાં 31મી ડિસેમ્બરને લઈને સીટી સેન્ટર અને ઝાડેશ્વર નર્મદા પાર્કમાં ડીજે પાર્ટીનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં યુવક -યુવતીઓ ડીજેના તાલે ઝુમ્યા હતા.12 ના ટકોરે લોકોએ એક બીજાને નવા વર્ષની શુભેરછાઓ પાઠવી 2024 ને વિદાઈ આપીને નવાવર્ષ 2025ને આવકારી ડીજેના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા.વધુમાં ભવ્ય અતિશબાજી કરાઈ હતી તો ફટાકડાંના અવાજોથી શહેર ગુંજી ઊઠ્યું હતું.મોટી સંખ્યામાં શહેરના માર્ગો પર લોકો ફરતાં નજરે પડ્યા હતા. આ તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ રાજમાર્ગો અને ટ્રાફિક પોઇન્ટ પર પોલોસે ચેકીંગ હાથ ધરી નશેબાજો પર તવાઈ બોલાવી હતી.પોલીસે બ્રેથ એનેલાઈઝરની મદદ લઈ કડક ચેકીંગ હાથ ધર્યું હતું.Latest Stories