New Update
-
ભરૂચમાં તંત્રની કાર્યવાહી
-
ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
-
જંબુસર રોડ પર દબાણ દૂર કરવામાં આવ્યા
-
ત્રણ વખત આપવામાં આવી હતી નોટીસ
-
પોલીસ બંદોબસ્ત સાથે રખાયો
ભરૂચ જંબુસર નેશનલ હાઈવે પર કંથારિયા ગામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વહીવટી તંત્રના અધિકારીઓની ટીમે પોહચી પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
ભરૂચ-જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા કંથારીયા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દબાણકર્તાઓ ને ત્રણ નોટીસ આપવા સાથે રિક્ષા ફેરવી જાહેરાત કરવામાં આવી હતી.જો કે તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહિ હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું જે બાદ આજે પ્રાંત અધિકારી,મામલતદાર અને નેશનલ હાઇવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જૈમિન શાહ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પોહચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી.
જેના પગલે સમગ્ર વિસ્તાર માં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. 2દિવસમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ નેશનલ હાઇવે ઓથોરિટી ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જૈમિન શાહ ધ્વારા જણાવવામાં આવ્યુ હતું.આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ના થાય તેના માટે પણ તંત્ર દ્વારા સતત મોનીટરીંગ પણ કરવામાં આવે તે પણ જરૂરી છે.
Latest Stories