New Update
/connect-gujarat/media/media_files/2025/05/21/82JMGvS37ihhUU3wWRT3.jpg)
ભરૂચના આમોદ તાલુકાના પૂરસા ગામે ગ્રામ પંચાયતના સરપંચ લખીબેન છગનભાઈ પરમાર વિરુદ્ધ પંચાયતના સાતમાંથી છ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પાસ કરી છે.
તા. 25/04/2025ના રોજ આ દરખાસ્ત ગ્રામ પંચાયતને રજૂ કરાઈ હતી.આ બેઠક તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નિરંજન ડી. પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મિટિંગમાં એક સભ્ય જહાંગીરખા હમિદ ખાન ગેરહાજર રહ્યા હતા જ્યારે છ સભ્યોએ દરખાસ્તને સમર્થન આપ્યું હતું.અવિશ્વાસની દરખાસ્ત માટે કારણ જણાવવામાં આવ્યું કે સરપંચ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કાર્યો કરતા હતા, જેથી લોકોમાં અસંતોષ સર્જાયો હતો.