અંકલેશ્વર હાંસોટમાં સવારથી ઝરમર વરસાદ, હાંસોટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો

અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં આજે સવારથી જ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. શનિવારની સવારથી ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હાંસોટમાં એક ઇંચ વરસાદ નોંધાયો

New Update
hansot rainfall
અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં આજે સવારથી જ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. શનિવારની સવારથી ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. એક દિવસના વિરામ બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થઈ હતી અને ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો.તાલુકાના વિવિધ ગામો તેમજ અંકલેશ્વર શહેર જીઆઇડીસી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સવારથી સાંજ સુધીમાં હાંસોટમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે વાતાવરણ પ્રફુલિત થયું હતું.