અંકલેશ્વર : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયું આયોજન

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ 

  • ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે આયોજન

  • પાલિકા ડિસ્પેન્સરી ખાતે કરાયું રક્તદાન શિબિરનું આયોજન

  • ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન 

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર પાલિકા ડિસ્પેન્સરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું,આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા,પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ જીલ્લામાં પ્રથમ વખત ઝઘડીયાના હરીપુરા ગામે હોર્સ રાઇડિંગ સફારી યોજાય, ઘોડે સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરીપુરા ગામ ખાતે હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઘોડે સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

New Update
  • ઝઘડીયાના હરીપુરા ખાતે હોર્સ રાઇડિંગ સફારી યોજાય

  • યુવાઓમાં અશ્વ પ્રત્યે લગાવ વધે તે માટેનું આયોજન

  • કાઠીયાવાડી અને મારવાડી નસલના ઘોડા જોવા મળ્યા

  • ઘોડે સવારોએ 15થી 16 કિલોમીટર સુધીની રાઇડ કરી

  • મોટી સંખ્યામાં ઘોડે સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરીપુરા ગામ ખાતે હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઘોડે સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન ઝઘડીયા તાલુકાના હરીપુરા ગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઘોડે સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હોર્સ રાઇડિંગ સફારીમાં કાઠીયાવાડી તેમજ મારવાડી નસલના ઘોડા જોવા મળ્યા હતા.

8થી 10 ઘોડાઓ સાથે મળી 15થી 16 કિલોમીટરની રાઇડ કરી ઘોડે સવારોએ સારો અનુભવ મેળવ્યો હતો. ભરૂચના હોર્સ રાઇડર અને અશ્વ પ્રેમી દેવુભા કેજેમણે પોતાની ઘોડી પર 651 કિલોમીટરની રાઈડ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છેઅને હવે તે પોતે હોર્સ રાઇડિંગ કરી અયોધ્યા જવાના છે.

હોર્ષ રાઇડિંગ સફારીનું આયોજન કરવાનો મુખ્ય હેતુ યુવાનોમાં અશ્વ પ્રત્યે લગાવ વધે અને અન્ય કોઈ વ્યસન તરફ ન વળે તે માટે જિલ્લામાં પ્રથમ વખત આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.