ભરૂચ: પોષણ પખવાડીયાનું કરાયુ સમાપન, આંગણવાડી બહેનો દ્વારા કરાય ઉજવણી

પોષણ પખવાડીયા દરમ્યાન જીવનના પ્રથમ 1000 દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવું તેમજ બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા સ્વસ્થ જીવન શૈલી થીમ  વિશે કાર્યકર બહેનો દ્વારા લાભાર્થીઓને સમજ આપવામાં આવી

New Update
  • ભરૂચમાં પોષણ પખવાડિયાની ઉજવણી

  • 8થી 22 એપ્રિલ સુધી કાર્યક્રમો યોજાયા

  • આજરોજ પખવાડિયાનું કરાયુ સમાપન

  • આંગણવાડી બહેનો દ્વારા કરાય ઉજવણી

  • જન જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા

ભરૂચમાં પોષણ પખવાડીયાની ઉજવણીના સમાપન પ્રસંગે શહેરની ગાયત્રીનગર આંગણવાડી ખાતે  પૂર્વ સિટી ભરુચ-૧, ઘટક ધ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જીલ્લામાં તા .8 એપ્રિલ થી 22મી એપ્રિલ દરમ્યાન પોષણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અંતિમ દિવસે પૂર્વ સિટી  ભરુચ -૧, ઘટક ધ્વારા ઉજવણી કરવામાં આવી હતી.પોષણ પખવાડીયા દરમ્યાન જીવનના પ્રથમ 1000 દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવું તેમજ બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા સ્વસ્થ જીવન શૈલી થીમ  વિશે કાર્યકર બહેનો દ્વારા લાભાર્થીઓને સમજ આપવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.