ભરૂચ: પ્રજાસત્તાક પર્વ પર શહેરે નવી દુલ્હનનો સાજ સજ્યો, આકર્ષક રોશનીનો ઝગમગાટ

રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા છે જે રાત્રિના સમયે આકર્ષક દૃશ્ય સર્જે છે.આ સજાવટથી શહેરનું સૌંદર્ય નિખરી ઉઠ્યું છે અને નાગરિકોમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

New Update
  • ભરૂચમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

  • શહેરમાં ઠેર ઠેર લાઇટિંગ કરાયુ

  • શહેરે નવી દુલ્હનનો સાજ સજ્યો

  • સરકારી ઇમારતો ઝગમગી ઉઠી

  • આકર્ષક લાઇટિંગથી શહેરનો માહોલ બદલાયો

દેશના 76 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભરૂચ શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે જેના કારણે શહેરે જાણે નવી દુલ્હનનો સાજ સજ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા છે જે રાત્રિના સમયે આકર્ષક દૃશ્ય સર્જે છે.આ સજાવટથી શહેરનું સૌંદર્ય નિખરી ઉઠ્યું છે અને નાગરિકોમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.નગર પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી લાઈટની સજાવટ અને શહેરીજનોનો ઉત્સાહ જોતાં આ વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણી વધુ ભવ્ય બની રહેશે.
Latest Stories