ભરૂચ:ઇલાવ ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હનુમાન ચાલીસાનું પારાયણ,પવનપુત્રને 56 ભોગ અર્પણ કરાયો

ગુજરાત | Featured | સમાચાર, ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આજ રોજ શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે હનુમાન ચાલીસા પારાયણ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ શનિવાર
હાંસોટના ઇલાવ ગામે આયોજન
હનુમાન મંદિરે હનુમાન ચાલીસાના  40 પાઠ કરાયા
પવનપુત્રને 56 ભોગ અર્પણ કરાયો
મહાપ્રસાદીનું પણ આયોજન કરાયુ
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આજ રોજ શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે હનુમાન ચાલીસા પારાયણ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું
પવિત્ર શ્રાવણ માસના આજે  અંતિમ શનિવારે લોકો ભક્તિમાં લીન બન્યા હતા ત્યારે હાંસોટ તાલુકાના ઇલાવ ગામે હનુમાનજી મંદિરે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસાના 40 પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીતમય રીતે હનુમાન ચાલીસાના પાઠ કરાયા હતા.વાલિયાના કરસાડ ગામના સંગીતવૃંદ દ્વારા અલગ અલગ રાગમાં હનુમાન ચાલીસાનું પારાયણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો જોડાયા હતા.પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પવનપુત્ર હનુમાનજીને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.સાથે જ મહાપ્રસાદીનું પણ આયોજન કરાયુ હતું
Latest Stories