ભરૂચ: દિવાળીના પર્વ પર 19 એમ્બ્યુલન્સ સાથે 85 કર્મચારીઓ ખડેપગે રહેશે તૈનાત

ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઈમરજન્સી કેસોમાં વધારો જોવા મળતો હોય છે.જેને લઈને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા 19 એમ્બ્યુલન્સ સાથે આશરે 85 કર્મચારીઓ 24 કલાક લોકોની આરોગ્યની સેવામાં ખડે પડે રહેનાર છે

New Update

દિવાળીના પર્વ પર 108 સેવાનું કાર્ય

19 એમ્બ્યુલન્સ સાથે 85 કર્મચારીઓ ખડેપગે રહેશે તૈનાત

લોકોનો જીવ બચાવવા કરશે પ્રયત્નો

તહેવારોના સમયમાં અકસ્માતની સંખ્યામાં થતો હોય છે વધારો

108 ઇમરજન્સી સેવાએ બનાવ્યો એક્સન પ્લાન

ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઈમરજન્સી કેસોમાં વધારો જોવા મળતો હોય છે.જેને લઈને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા 19 એમ્બ્યુલન્સ સાથે આશરે 85 કર્મચારીઓ 24 કલાક લોકોની આરોગ્યની સેવામાં ખડે પડે રહેનાર છે
દિવાળીના પર્વ દરમિયાન અનેક જિલ્લાઓમાં ઇમરજન્સી અને આરોગ્યના કેસોમાં વધારો જોવા મળતો હોય છે.ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો સામાન્ય દિવસોમાં એક દિવસના આશરે 90 જેટલા કેસો નોંધાતા હોય છે જે દિવાળી તહેવાર નિમિત્તે દિવાળીના રોજ લગભગ 100 જેટલા કેસો એટલે કે 11% જેટલા વધારો, નવા વર્ષના દિવસે 105 જેટલા કેસો એટલે કે 16%  જેટલો વધારો તથા ભાઈબીજના દિવસે  106 જેટલા કેસ એટલે કે 17% જેટલો કેસોમાં વધારો નોંધાય એવું અનુમાન કરવામાં આવ્યુ છે.જેથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે તહેવારોમાં 19 એમ્બ્યુલન્સ સાથે આશરે 85 કર્મચારીઓ 24 કલાક લોકોની આરોગ્યની સેવામાં ખડેપગે રહેશે
#CGNews #Worker #Ambulance #festivals #Diwali #108 Ambulance Service
Here are a few more articles:
Read the Next Article