ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં ગાંધી જયંતિ નિમિત્તે રોટરી ક્લબ ભરૂચ-હેરિટેજ અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આજરોજ તા. 2જી ઓક્ટોબર 2024 (બુધવાર)ના રોજ ભરૂચ નગરપાલિકાના સહયોગથી રોટરી ક્લબ ભરૂચ-હેરિટેજ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી નજીક સફાઈ અભિયાન અંતર્ગત રોટરી ક્લબ ઓફ ભરૂચ-હેરિટેજના સભ્યો, સમાજ સેવકો, ભરૂચ નગરપાલિકા વાર્ડ નં. 1ના નગર સેવકો અને 60થી વધુ સફાઈ કામદારોએ જંબુસર બાયપાસ ચોકડીથી મહમ્મદપુરા સર્કલ, મનુબર ચોકડીથી સિફા ચોકડી, મુખ્ય સ્થળો જેવા કે APMC માર્કેટ, બાયપાસ ચોકડીના મુખ્ય માર્ગો સહિતના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધાર્યું હતું.
આ સાથે જ રેલી યોજી લોકોને સફાઈની મહત્વતા વિશે સમજણ આપી હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ-હેરિટેજના પ્રમુખએ સફાઈ અંગે લોકોને અપીલ કરીને જણાવ્યુ હતું કે, આ અભિયાન ફક્ત આજે એક દિવસ માટે નહીં પરંતુ રોજ સફાઈ કામદારો આ વિસ્તારમાં સફાઈ કરશે એની તકેદારી રાખી તેનો સંપૂર્ણ ખર્ચ રોટરી ક્લબ ઓફ ભરૂચ-હેરિટેજ ઉઠાવશે તેમ જણાવાયું હતું.