ભરૂચ જીલ્લામાં મોહરમ પર્વની ઉજવણી
ભરૂચ અને અંકલેશ્વરમાં નીકળ્યા તાજીયા જુલુસ
વરસતા વરસાદમાં પણ જોવા મળ્યો ઉત્સાહ
કલાત્મક તાજીયાનું નર્મદા નદીમાં કરાયું વિસર્જન
મુસ્લિમ સમાજે અધિકારીઓનું કર્યું સન્માન
ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વાર ઉલ્લાસભેર મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.અને આ પ્રસંગે તાજીયા ઝુલુસ યોજવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી,અને આ પ્રસંગે વરસતા વરસાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા વિવિધ રંગો અને લાઇટિંગો સાથેના કલાત્મક તાજીયાના જુલુસ કાઢ્યા કાઢવામાં આવ્યા હતા.આ અવસર નિમિત્તે શહેર મુસ્લિમ સમાજ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલ સહિત પોલીસની ટીમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વર શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયાના જુલુસ નીકળ્યા હતા.અને તાજીયાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે તાજીયા જુલુસ મોડી રાત્રે સંપન્ન કરાયું હતું. તાજીયા કમિટી દ્વારા તાજીયા જુલુસની યાત્રા સફળ બનાવવા બદલ મામલતદાર કરણસિંહ રાજપૂત,નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત,નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા સહિત પોલીસ અધિકારીઓએનું સન્માન કરવામાં આવ્યું હતું.