ભરૂચ: અષાઢી બીજે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નિકળ્યા, માનવ મહેરામણ ઉમટયું

અષાઢી બીજના પાવન પર્વ પર ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથની 19મી ભવ્યરથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

New Update
  • આજે અષાઢી બીજનો રૂડો અવસર

  • ભગવાન ભક્તોને દર્શન આપવા પધાર્યા

  • આશ્રય સોસા.સ્થિત જગન્નાથ મંદિરેથી ભવ્ય રથયાત્રાનું આયોજન

  • મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયુ

  • આગેવાનોએ પણ આપી હાજરી

અષાઢી બીજના પાવન પર્વ પર ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથની 19મી ભવ્યરથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
ભરૂચમાં આશ્રય સોસાયટી પાસે આવેલ શ્રી જગન્નાથ મંદિરેથી આજે અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રીતે 19મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલી આ પાવન યાત્રામાં ભગવાન જગન્નાથ સાથે બેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરવટા પર નિકળ્યા હતા.યાત્રા મંદિરથી શરૂ થઈને અમીધરા સોસાયટી, નંદેલાવ રોડ, શક્તિનાથ સર્કલ અને આસપાસના વિસ્તારોમાંથી પસાર થઈને પરત મંદિરે ફરી હતી.
યાત્રાના પ્રારંભ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.ઝરમર વરસાદ વચ્ચે જય જગન્નાથના નાદથી વાતાવરણ ભક્તિમય થઈ ઉઠ્યું હતું
Latest Stories