New Update
ભરૂચમાં કરવામાં આવી ઉજવણી
જીએનએફસી ખાતે ઉજવણી
મલયાલી સમાજ દ્વારા ઉજવણી કરાય
સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાય
સમાજના સભ્યો રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લામાં વસતા મલયાલી સમાજના સભ્યો દ્વારા ઓણમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમાજના સભ્યો જોડાયા હતા
ભરૂચ જિલ્લામાં વસતા મલયાલી સમાજના સભ્યો દ્વારા પરંપરા, સંસ્કૃતિ અને એકતાનો ઉત્સવ ગણાતા ઓણમ 2025ની ઉજવણી જીએનએફસી ટાઉનશિપ ખાતે આવેલા ઓપન થિયેટર ખાતે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં કેરળની પરંપરા અને સંસ્કૃતિનો રંગ જોવા મળ્યો હતો.સમાજના યુવાનો અને યુવતીઓ કેરળની પરંપરાગત તિરુવાતિરા નૃત્ય, ફોક ડાન્સ, ડ્રામા અને ગીત-સંગીતના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રાજુ કેસી, ઉપપ્રમુખ સાજી સીએમ, સેક્રેટરી અજીથ કુમારન, સહસેક્રેટરી રાજેશ નાયર, જેસન જસ્ટિન, સુધાકરણ નાયર તેમજ જીએનએફસી સિક્યુરિટી હેડ જેઈશ ચાકો સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં વિવિધ રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
Latest Stories