ભરૂચ  : નગરપાલિકાની સામાન્ય સભામાં સાયખા ડમ્પીંગ સાઇડ સરન્ડર કરવા સામે વિપક્ષનો વિરોધ

ભરૂચ નગરપાલિકાની બજેટ બાદની પ્રથમ  સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ બા યાદવની અધ્યક્ષતામાં નગરપાલિકાનાં સભાખંડ ખાતે મળી હતી.જેમાં વિવિધ વિભાગના 28 જેટલા વિકાસ કાર્યોને એજન્ડા સમાવેશ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી

New Update
  • ભરૂચ ન.પા.ની મળી સામાન્ય સભા

  • સત્તાપક્ષ-વિપક્ષના હોદ્દેદારો સભ્યો રહ્યા ઉપસ્થિત

  • સાયખા ડમ્પીંગ સાઈડ મુદ્દે વિપક્ષનો વિરોધ

  • 28 જેટલા વિકાસ કામોનો એજન્ડામાં કરાયો સમાવેશ

  • શક્તિનાથ અને પાંચબત્તી સર્કલની થશે કાયાપલટ

ભરૂચ નગરપાલિકાની નવા નાણાકીય વર્ષની પ્રથમ સામાન્ય સભા મળી હતી.જેમાં 28 એજન્ડા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જે પૈકી સાયખા ડમ્પીંગ સાઇડ સરન્ડર કરવા સામે વિપક્ષે વિરોધ નોંધાવવા સાથે બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા કરાયેલ ટ્રાફિક અને હોકર્સ ઝોન સહિતના મુદ્દાનો મિનિટસમાં સમાવેશ નહી કરવા સામે ઉગ્ર વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો.

ભરૂચ નગરપાલિકાની બજેટ બાદની પ્રથમ  સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ બા યાદવની અધ્યક્ષતામાં નગરપાલિકાનાં સભાખંડ ખાતે મળી હતી.જેમાં વિવિધ વિભાગના 28 જેટલા વિકાસ કાર્યોને એજન્ડા સમાવેશ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જે પૈકી વિપક્ષે સાયખા ડમ્પીંગ સાઈડ રૂપિયા અઢી કરોડ ચૂકવ્યા બાદ સરન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.તે ઉપરાંત બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા ટ્રાફિક,પાર્કિંગ તેમજ હોકર્સ ઝોન અંગેની રજૂઆતને મિનિટસમાં સમાવેશ ન કરવા સામે વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો.

વિપક્ષના નેતા સમસાદ અલીએ પાલિકાની સામાન્ય સભામાં હેલ્થી ચર્ચા થઈ હોવાનું જણાવી શાસકો દ્વારા શહેરની ડમ્પીંગ સાઇડની સમસ્યાનું 20 વર્ષે પણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.ત્યારે કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલ સાયખા ડમ્પીંગ સાઇડ આજ સુધીમાં રૂપિયા અઢી કરોડ ભર્યા બાદ પણ સરન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.તો તેઓની બજેટ સભાની ટ્રાફિક,હોકર ઝોન સહિતની રજૂઆતને મિનિટ્સમાં સમાવવા બાબતે વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો.

જ્યારે પાલિકા પ્રમુખ વિભૂતિબાએ સરકાર માંથી વિવિધ ગ્રાન્ટ આવી રહી હોય વિકાસ કાર્યોને વેગ મળશે તેમજ શક્તિનાથ સર્કલનું નવીનીકરણ અને પાંચ બત્તી સર્કલની અટકેલી કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.    

આ સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર  પ્રજાપતિ,શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ સહિત અન્ય સભ્યો વિપક્ષમાંથી સમસાદ અલી સૈયદ,ઈબ્રાહીમ કલકલ,હેમેન્દ્ર કોઠીવાલાસલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ચર્ચામાં સામેલ થયા હતા.

Read the Next Article

અંકલેશ્વર : લાયન્સ સ્કૂલ ખાતે સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

 અંકલેશ્વર જીઆઇડીસીની લાયન્સ સ્કૂલ ખાતે સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • લાયન્સ ક્લબ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ

  • સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ

  • શ્રદ્ધાંજલિનાં ભાગરૂપે કરાયું આયોજન

  • મોટી સંખ્યામાં રકતદાતાઓએ કર્યું રક્તદાન

  • 350થી વધુ લોકોએ કર્યું રક્તદાન

અંકલેશ્વર જીઆઇડીસીની લાયન્સ સ્કૂલ ખાતે સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર જીઆઇડીસી લાયન્સ સ્કૂલ ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા,લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન તથા તથા આઇડિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રા. લિ દ્વારા સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં રક્ત દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું જેમાં 300 વધુ યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાંલાયન્સ ક્લબના પ્રમુખ વાસુદેવ ગજેરા,સેક્રેટરી યોગેશ પટેલ,ખજાનચી હિતેશ પટેલ,સમાજના આગેવાન તેમજબ્લડ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.