New Update
-
ભરૂચના વાલિયામાં ગ્રામજનોનો વિરોધ
-
ચોરઆમલા ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો
-
લિગ્નાઇટ પ્રોજેકટનો વિરોધ નોંધાવાયો
-
ગ્રામસભાનું કરવામાં આવ્યું હતું આયોજન
-
જમીન સંપાદન સામે વિરોધ
ભરૂચના વાલિયા તાલુકાના ચોરઆમલા ગામ ખાતે GMDC દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યો હતો.જેનો ગ્રામજનોએ ઠરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચના વાલિયા તાલુકાના ચોરઆમલા ગામ ખાતે પ્રાંત અધિકારી,જી.એમ.ડી.સી.નાઅધિકારી તેમજ મામલતદાર સહિતના અધિકારીની ઉપસ્થિતમાં ગ્રામ સભા મળી હતી.જેમાં ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ ગ્રામસભામાં જમીન સંપાદનની જંત્રીમાં વધારો સહિત અન્ય મુદ્દે ગ્રામજનોએ અભિપ્રાય આપ્યા હતા.સાથે કેટલાક ગ્રામજનોએ ગ્રામ સભાનો વિરોધ નોંધાવ્યો હતો અને ઠરાવ કરી વાંદરિયા ચોર આમલા ગ્રૂપ પંચાયતમાં સમાવિષ્ટ વિસ્તાર બંધારણની પાંચમી અનુસૂચિત હેઠળ સુરક્ષિત હોવાથી લિગ્નાઇટ પ્રોજેકટ માટે તેનું સંપાદન નહીં કરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.
ઉપરાંત આદિવાસી વિસ્તારમાં આર્થિક,સામાજિક અને પર્યાવરણ તેમજ આદિવાસી અસ્મિતા,પરંપરાગત સંસ્કૃતિને નુકશાન થાય તેમ હોવાથી આવા પ્રોજકેટ અટકાવવામાં આવે તેવી માંગ કરી છે.
Latest Stories