ભરૂચ: આજે ઓરેંજ એલર્ટ, નેત્રંગ સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાત | સમાચાર, ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. નેત્રંગમાં સૌથી વધુ સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો

New Update
ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ
સૌથી વધુ નેત્રંગમાં 7.5ઇંચ વરસાદ
અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી
આજે પણ વરસાદનું ઓરેંજ એલર્ટ

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર વરસાદ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.સૌથી વધુ નેત્રંગમાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો હતો.  જેના પગલે જળબમ્બાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી નજરે પડ્યું હતું.

ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકા પર આંકડા પર નજર કરીએ તો જંબુસર 4મી.મી.આમોદ  8 મી.મી.વાગરા 13  મી.મી.ભરૂચ 15 મી.મી.ઝઘડિયા 12મી.મી.અંકલેશ્વર 12 મી.મી.હાંસોટ 1 ઇંચ,વાલિયા 15 મી.મી.અને નેત્રંગમાં 7.56 ઇંચ વરસાદ ખાબક્યો હતો.આજે પણ ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે વિવિધ તાલુકાઓમાં ભારતીય અતિ ભારે વરસાદ વરસી શકે છે આ સાથે જ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે

#ભારે વરસાદ #ભરૂચ #નેત્રંગ
Here are a few more articles:
Read the Next Article