ભરૂચ: જંબુસરમાં બસ ડેપોના અંધેર વહીવટથી રોષ,ધારાસભ્યએ એસટી ડેપો મેનેજરનો જાહેરમાં ઉધડો લીધો

જંબુસર એસટી ડેપો ખાતે પહોંચીને ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ એસટી ડેપોમાં ગેરવહીવટનો આક્ષેપ કરીને ડેપો મેનેજરનો જાહેરમાં ઉધડો લઇ નાખ્યો..........

New Update

જંબુસરમાં એસ ટી બસ વરસાદી કાંસમાં ખાબકવાનો મામલો 

15 વિદ્યાર્થીઓ થયા હતા ઈજાગ્રસ્ત 

MLAએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની લીધી મુલાકાત 

MLA  એસ ટી ડેપોના ગેરવહીવથી થયા નારાજ 

MLA એ લીધા જાહેરમાં ડેપો મેનેજરના ક્લાસ 

ભરૂચના કારેલી થી જંબુસર જતી એસટી બસ વરસાદી કાંસમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો,અને આ અકસ્માતમાં 15 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.ઘટના અંગે જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત લઈને તેઓએ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી..
જ્યારે જંબુસર એસટી ડેપો ખાતે પહોંચીને ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ એસટી ડેપોમાં ગેરવહીવટનો આક્ષેપ કરીને ડેપો મેનેજરનો જાહેરમાં ઉધડો લઇ નાખ્યો હતો.ધારાસભ્ય દેવકિશોર સ્વામી સાથે તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ તેમજ જંબુસર તાલુકાના મહામંત્રી બળવંતસિંહ પઢિયાર ઉર્ફે પિન્ટુએ પણ ડેપો મેનેજર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર: વરસાદી માહોલ વચ્ચે  હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 5 કી.મી.લાંબો ટ્રાફિક જામ

વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી 

New Update
  • અંકલેશ્વરમાં ફરી એકવાર ટ્રાફિકજામ

  • નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ

  • 5 કી.મી.સુધી વાહનોની કતાર

  • અનેક વાહનચાલકો અટવાયા

  • બિસ્માર માર્ગના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો

વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી 
ભરુચ જીલ્લામાં વરસાદ ખાબકતાં જિલ્લામાથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે આજરોજ ફરી અંકલેશ્વર હાઇવે પર સુરત તરફ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક નાળુ સાંકડુ હોવાથી રોજિંદી સમસ્યા ઉદભવી રહી છે ત્યારે વારંવાર સર્જાતી ટ્રાફિકજામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અને પોલીસ વિભાગ યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠી છે.