ફલશ્રુતિનગર સ્થિત પામલેન્ડ હોસ્પિટલની અનોખી સિદ્ધિ
પ્રથમ વખત ભરૂચના ખાનગી સેક્ટરમાં સિદ્ધિ હાંસલ થઈ
એકમાત્ર પામલેન્ડ હોસ્પિટલને NABH માન્યતા પ્રાપ્ત થઈ
પામલેન્ડ હોસ્પિટલના તબીબો અને સ્ટાફે ગૌરવ અનુભવ્યો
સિદ્ધિ બદલ પામલેન્ડ હોસ્પિટલના સંચાલકે માન્યો આભાર
ભરૂચના ફલશ્રુતિનગર સ્થિત પામલેન્ડ હોસ્પિટલએ પ્રથમ વખત ભરૂચના ખાનગી સેક્ટરમાંથી નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર્સ ઓર્ગેનાઇઝેશન્સની માન્યતા પ્રાપ્ત કરતા હોસ્પિટલના તબીબો અને સ્ટાફ ગૌરવ અનુભવી રહ્યા છે.
ભરૂચ શહેરના ફલશ્રુતિનગરમાં આવેલી પામલેન્ડ હોસ્પિટલનું સંચાલન ડો. વસીમ રાજે શરૂ કર્યા બાદ હોસ્પિટલ ઘણી પ્રસિદ્ધ બની છે, ત્યારે તેમાં હવે વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. જેમાં પામલેન્ડ હોસ્પિટલના નિર્દેશક અને તેમની પ્રતિબદ્ધ ટીમના પ્રયાસોનું પરિણામ છે કે, તેમની આ હોસ્પિટલને સેક્ટરમાંથી નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર્સ ઓર્ગેનાઇઝેશન્સનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે.
પામલેન્ડ હોસ્પિટલે પેશન્ટ કેર, સેવા ગુણવત્તા અને સુલભતા માટે ઉચ્ચ માનક પૂરા પાડવાનું સાબિત કરી બતાવ્યુ છે. આ સિદ્ધિ સાથે જ પામલેન્ડ હોસ્પિટલ હવે ભરૂચ અને આસપાસના વિસ્તાર માટે આરોગ્ય સેવાના ગુણવત્તા પ્રણાલીઓમાં એક આધારે ઉભરાઇ છે, અને અન્ય ખાનગી હોસ્પિટલો માટે એક ઉત્તમ નમૂનો ઉભરી આવતા હોસ્પિટલના તબીબો અને સ્ટાફ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.