ભરૂચ શહેરની ઓળખ સમાન પાંચબત્તી સર્કલનું રૂ.32 લાખના ખર્ચે નવીનકરણ,મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ

ભરૂચ શહેરની ઓળખ સમાન પાંચબત્તી સર્કલનું રૂપિયા ૩૨ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે ત્યારે આ સર્કલનું રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

New Update
  • ભરૂચની ઓળખ સમાન પાંચબત્તી સર્કલ

  • સર્કલનું કરવામાં આવ્યું નવીનીકરણ

  • રૂ.32 લાખનો ખર્ચ કરાયો

  • પી.પી.સવાણી ગ્રુપનો સહયોગ સાંપડ્યો

  • મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ

ભરૂચ શહેરની ઓળખ ગણાતા પાંચબત્તી સર્કલનું પી પી સાવાણી યુનિવર્સિટીના સહયોગથી ભવ્ય રીતે લોકાર્પણ કરવામાં આવ્યું. અંદાજે 32 લાખ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા આ સર્કલનું લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરની આગવી ઓળખ સમા આ સર્કલને પાંચ ફાનસની વિશિષ્ટ રચનાથી તૈયાર કરવામાં આવ્યુ છે. સાથે સાથે વિવિધ પ્રેરણાદાયક સ્લોગનો અને ભરૂચ શહેરની ટૂંક માહિતી દર્શાવતી તક્તિઓ મૂકવામાં આવી છે.
ઇતિહાસની વાત કરીએ તો અંગ્રેજોના સમયમાં વેપાર ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા ભરૂચ શહેરના મધ્યમાં વર્ષો પહેલાં લાઈટની સગવડ ન હોવાથી અહીં પાંચ ફાનસ લગાવવામાં આવ્યા હતા એ સમયથી આ સ્થળ પંચફાનસ તરીકે ઓળખાયું અને સમય જતાં તેનું નામ પાંચબત્તી  તરીકે પ્રસિદ્ધ થયું હતું. હવે ભરૂચ નગરપાલિકા અને પીપી સવાણી ટ્રસ્ટ દ્વારા આ સર્કલનું નવીનીકરણ કરીને આધુનિક અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે.
લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, પી પી સાવાણી યુનિવર્સિટીના રમેશ સવાણી, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
Latest Stories