New Update
/connect-gujarat/media/media_files/2025/03/09/FUupSbsWQhQbUOyrpLgZ.jpg)
ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેકટર એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત માહીતી મળી હતી કે આમોદ પોલીસ મથકના મર્ડરના ગુનાનો આરોપી હાલ આમોદ તાલુકાના સરભાણ ગામમાં છે જેથી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમેં દરોડા પાડી આરોપી રમેશ મેલા વસાવા રહે, માનસીંગપુરા તા.આમોદની ધરપકડ કરી તેને આમોદ પોલીસને હવાલે કર્યો હતો.