New Update
/connect-gujarat/media/media_files/2025/09/21/pitru-2025-09-21-13-58-46.jpg)
ભરૂચમાં શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા ભાદરવા મહિનાની અમાસ પર ભરૂચ પાંજરાપોળ ખાતે સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે સર્વ પિતૃતર્પણ અને સર્વ પિતૃ પિંડદાનનો કાર્યક્રમ યોજાયો હતો.
પિતૃઓના આશીર્વાદ અને મોક્ષાર્થે કરાતા આ પવિત્ર કાર્યમાં ભરૂચ શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહી ધાર્મિક લાભ પ્રાપ્ત કર્યો હતો.આ પ્રસંગે આચાર્ય પ્રણવભાઈ જોશીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પિતૃ પૂજન, તર્પણ અને પિંડદાનની વિધિ કરાવી હતી.સંગઠનના પ્રમુખ મયુરેશ્વર તથા અમરીશ, બિપીનભાઈ ભટ્ટ, મહેન્દ્ર કંસારા, કૌશિકભાઈ સહિતના કાર્યકર્તાઓએ સેવા ભાવથી આયોજન સુચારૂરૂપે સંભાળ્યું હતું.
Latest Stories