New Update
-
પેવર બ્લોક રોડનુ ધારાસભ્યના હસ્તે ખાતમુર્હત
પાલિકા દ્વારા શહેરના વિકાસ કાર્યને આપવામાં આવ્યો વેગ
ચોમાસામાં બિસ્માર બનેલ રોડના નવીનીકરણની કામગીરી
રૂ.14 લાખ 65 હજાર ના ખર્ચે
પેવર બ્લોક બેસાડવાની કામગીરી
ભરુચની જૂની પાંજરાપોળથી ફાટા તળાવ સુધીના પેવર બ્લોક રોડનુ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.ભરૂચના વોર્ડ નં.8 માં જૂની પાંજરાપોળથી ફાટા તળાવ સુધીના પેવર બ્લોક રોડનુ ખાતમુર્હત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું..
ભરુચમાં ચોમાસામાં બિસ્માર બનેલ રોડના નવીનીકરણ અને મરામતની કામગીરી પાલિકા દ્વારા યોજનાઓ હેઠળ હાથ ધરવામાં આવેલ છે.જે અંતર્ગત જૂની પાંજરાપોળથી ફાટા તળાવ સુધી પેવર બ્લોક બેસાડવાની કામગીરી રૂ.14 લાખ 65 હજાર ના ખર્ચે કરવામાં આવનાર છે.મુખ્ય મંત્રી શહેરી સડક યોજના હેઠળ તૈયાર થનાર આ પેવર બ્લોક રોડનું ખાતમુર્હત ભરુચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું. - ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આ વોર્ડના પાલિકા સભ્યોની સક્રિયતાના કારણે લોકોની લાંબા સમય ની આ હાલાકી દૂર કરવાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરાઈ હોવાનું જણાવી સ્થાનિકોની અન્ય સમસ્યાઓની રજૂઆત પણ ધ્યાને લઈ આગામી દિવસોમાં તેના નિવારણ માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ પ્રસંગે નગર પાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ,કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, પાલિકા સભ્યો ધનજી ગોહીલ, પ્રવીણ પટેલ, પંજાબેન સહિત અન્ય અગ્રણીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories