New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
શાંતિ સમિતિની બેઠક યોજાઇ
ડી.વાય.એસ.પી.સી.કે.પટેલ રહ્યા ઉપસ્થિત
કોમી એખલાસભર્યા વાતાવરણમાં પર્વ ઉજવવા અપીલ
શાંતિ સમિતિના સભ્યો રહ્યા હાજર
ભરૂચમાં આવનાર મહોરમ પર્વની ઉજવણીના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પોલીસ અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ જિલ્લા પોલીસ હેડ કવાર્ટર માં આવેલ તાલીમ કેન્દ્ર ખાતે મહોરમ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભરૂચના ડી.વાય.એસ.પી. સી. કે. પટેલની અધ્યક્ષતામાં વિવિધ સમુદાયોના અગ્રણીઓ, વિશેષત્વે મુસ્લિમ અને હિન્દુ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ મહોરમ પર્વ દરમ્યાન શહેરમાં શાંતિ, સહઅસ્તિત્વ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો. બેઠક દરમ્યાન તાજીયા જુલૂસના માર્ગો, સમયપત્રક, વ્યવસ્થાપન અને ટ્રાફિક નિયંત્રણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠક દરમિયાન ભવિષ્યમાં મોરમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી જેથી લોકોમાં સુરક્ષાની ભાવના ઉદ્દભવે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને રોકી શકાય