ભરૂચ: અંતિમ નોરતે  વરસતા વરસાદ વચ્ચે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા,વાલિયામાં 2.5 ઇંચ વરસાદ

અંતિમ નોરતે ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર પંથકમાં વરસાદ વરસતા વરસાદમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી

New Update
Advertisment

ભરૂચ જિલ્લામાં 3 દિવસથી વરસાદી માહોલ

Advertisment

અંતિમ નોરતે પણ વરસાદ વરસ્યો

વરસતા વરસાદમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

માતાજીની કરાય આરાધના

વાલિયામાં 2.5 ઇંચ વરસાદ

અંતિમ નોરતે ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર પંથકમાં વરસાદ વરસતા વરસાદમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી

ભરૂચ-અંકલેશ્વર સહિત સમગ્ર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા નોરતે પણ વરસાદ વરસ્યો હતો. જોકે ખેલૈયાઓએ વરસતા વરસાદ વચ્ચે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.અંકલેશ્વરના રોટરી ગરબા ગ્રાઉન્ડ પર આરતીના સમયે વરસાદ શરૂ થતાં તાડપત્રીનો સહારો લઈ માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. વાલિયા પંથકમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ તરફ ભરૂચમાં 1 મી.મી.ઝઘડિયા 4 મી.મી.અંકલેશ્વરમાં 2 મી.મી.હાંસોટમાં 5 મી.મી.વરસાદ વરસ્યો હતો. ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડ થઈ જતા આયોજકોએ માટી નાખી ફરીથી ગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું અને બાદમાં ગરબા રમાડવામાં આવ્યા હતા. અંતિમ નોરતે યુવાધન ગરબા ગ્રાઉન્ડ પર હિલ્લોળે ચઢ્યું હતું.  મેઘરાજાની પધરામણી વચ્ચે ખેલૈયાઓએ ગરબા રમવાનો આનંદ માણ્યો હતો