ભરૂચ: દહેજના જોલવા ગામે ઈન્ટરનેટનો કેબલ લગાવવાનું કહી મકાનમાં લૂંટ ચલાવનાર 2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

દહેજના જોલવા ગામે અજાણ્યા બે ઇસમોએ ઈન્ટરનેટનો કેબલ નાંખવા આવ્યા હોવાનું જણાવી ઘરમાંથી રૂ.25 હજારના માલમતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા...

New Update
Jolva Robbery Case
ભરૂચના દહેજ પોલીસ મથક વિસ્તારના જોલવા ગામની સીમ આવેલ સેફ્રોન સિટીના ટાઈગર પ્લાઝા રેસીડન્સીમાં આવેલ મકાન નંબર M-104 માં ફરીયાદી બહેન તથા તેમનો ૭ માસનો દિકરા સાથે ઘરે હાજર હતા અને ફરીયાદી પોતાના ઘરનુ કામ કરતા હતા તે દરમ્યાન ત્રણ દિવસ પૂર્વે અજાણ્યા બે ઇસમોએ ઈન્ટરનેટનો કેબલ નાંખવા આવ્યા હોવાનું જણાવી ઘરમાંથી રૂ.25 હજારના માલમતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
બનાવ અંગે દહેજ પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે ગુના વાળી જગ્યાએ આવવા જવાના રસ્તા ઉપરના આવેલ 100 થી વધુ CCTV ફુટેઝ ચેક કરવામાં આવ્યા હતા અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે ફૈયાઝ અબ્દુલ ઐયુબ અબ્દુલ રહે.મહમદપુરા, પીર કાઠી રોડ,તા.જી.ભરૂચ અને  મહમદ ફૈયાઝ મહમદ હનીફ શેખરહે.૮૦૯, ફુરજા રોડ, ચાર રસ્તાની પાછળ, ગ્રુપડપટ્ટી, તા.જી.ભરૂચની ધરપકડ કરી હતી.પોલીસે તેઓ પાસેથી રૂ.50 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories