ભરૂચ: એ ડિવિઝન પોલીસે સિવિલ હોસ્પિટલ રોડ પરથી પિસ્તોલ અને વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ

પોલીસે ઈસમ પાસેથી એક પિસ્ટલ સાથે જીવતા કારતુસ સહિત મોપેડની ડીકીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-09 મળી આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી

New Update
Bharuch Police
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓને બાતમી મળી હતી કે કસક ખાતે રહેતો આરીફ એહમદ ચૌહાણ  સિવિલ હોસ્પીટલ નજીકના વિસ્તારમાં મરૂન કલરની મોપેડ લઇને ફરે છે અને તેની પાસે ગેરકાયદેસર હથીયાર છે તેવી ચોક્કસ બાતમીના આધારે સદર ઇસમ હિતેષ નગર તરફથી આવતો જણાયો હતો જેથી તેને રોકી અંગજડતી કરતા તેના કમરના આગળના ભાગે પેન્ટમાંથી એક પિસ્ટલ સાથે જીવતા કારતુસ નંગ-૧૪ તથા તેની પાસેની મોપેડની ડીકીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-09 મળી આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી કુલ 75,576 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપી અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાય ચુક્યો હોવાનું બહાર આવ્યું છે.
Latest Stories