ભરૂચ: સી ડિવિઝન પોલીસે ટ્રાવેલ બેગમાં લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો ઇસમ પોલીસને જોઈ ભાગવા જતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી દારૂની 137 નંગ બોટલ સાથે પકડી પાડ્યો

New Update
Bharuch Police arrest accuse
ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હર્નિશ જીતેશ મિસ્ત્રી બે ટ્રાવેલ બેગમાં વિદેશી દારૂનો જથ્થો ભરી શીતલ સર્કલ તરફથી મકતમપુર બાજુ જઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પ્રીતમ સોસાયટીના ગેટ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો ઇસમ પોલીસને જોઈ ભાગવા જતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી ભરૂચના અશ્વમેઘ સોસાયટીના રોડ ઉપર અભિલાષા ટાવર પાસેથી પકડી પાડ્યો હતો.પોલીસે મોપેડ ઉપર રહેલ બંને બેગોમાંથી વિદેશી દારૂની 137 નંગ બોટલ કબ્જે કરી હતી.પોલીસે 37 હજારનો દારૂ અને મોપેડ મળી કુલ 1.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને મકતમપુર ગામના ઇન્દિરા આવાસમાં રહેતો હર્નિશ મિસ્ત્રીને ઝડપી પાડ્યો હતો.
Latest Stories