ભરૂચ: સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા પોલીસનું અભિયાન, લોકોને સતર્ક રહેવા કરાય અપીલ

ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઈમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

New Update

ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઈમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Advertisment
ભરૂચ જીલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધી વિવિધ ગુનાઓ અટકાવવા તથા નાગરીકોને સાયબર ક્રાઇમ સંબંધી ગુનાથી ભોગ બનતા અટકાવવા માટે ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સેલ / સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તમામ નાગરીકોને અપીલ કરવામાં આવી છે. જયારે કોઇ પણ વ્યકિત સાયબર ક્રાઇમ ગુનામાં ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રીપોટીંગ પોર્ટલ - સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ ઉપર તાત્કાલીક સંપર્ક કરી ઓનલાઇન ફરીયાદ આપી શકે છે. 
આ હેલ્પલાઇન ૨૪ કલાક કાર્યરત રહે છે. આ ઓનલાઇન ફરીયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તથા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે જેમાં આર્થિક પ્રકારના ગુનામાં બેનિફિશયરી બેંક એકાઉન્ટ ફ્રિજ કરાવી ફોડમાં ગયેલ રકમ પુટ ઓન હોલ્ડ/લિન માર્ક કરાવી રીફંડ આપવાની કામગીરી ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે જેથી આર્થિક પ્રકારના ગુનામાં તાત્કાલિક ફરીયાદ આપવા ભરૂચ જિલ્લા નાયબ પોલીસ વડા સી.કે.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે
Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment