ભરૂચ: પોલીસ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાય, વૃક્ષારોપાણ કરાયુ

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંદાજિત ૧૫૦ જેટલા વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • પર્યાવરણ દિવસની કરાય ઉજવણી

  • પોલીસ દ્વારા આયોજન કરાયુ

  • વૃક્ષારોપાણનો યોજાયો કાર્યક્રમ

  • પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જોડાયા

આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ કર્મીઓ જોડાયા હતા ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે  જિલ્લા પોલીસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 
ડીવાયએસપી ડો. અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ અને એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પીએસઆઈ સહિતના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અવસરે પોલીસ મથકના પ્રાંગણમાં અંદાજિત ૧૫૦ જેટલા વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોમાં ફળદ્રુપ, ઔષધિય તેમજ છાયાદાર વૃક્ષોનો સમાવેશ થાય છે.
Latest Stories