ભરૂચ : NDPSના ગુન્હામાં આરોપીની રેસ્ટોરન્ટનાં ગેરકાયદેસર શેડને જમીનદોસ્ત કરતી પોલીસ

ગુજરાત રાજ્યભરમાં વધી રહેલી અસામાજિક પ્રવૃતિઓ પર અંકુશ લાવવા માટે રાજ્યના પોલીસવડા દ્વારા 100 કલાકમાં ગુનેગારી અલામ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા,

New Update
  • ભરૂચ પોલીસ દ્વારા કાર્યવાહી

  • રેસ્ટોરન્ટનો ગેરકાયદેસર શેડ તોડી પાડ્યો

  • NDPSના ગુન્હામાં સંડોવાયેલા આરોપીએ કર્યું હતું દબાણ

  • શાની ચાઈનીઝ એન્ડ આમલેટ સેન્ટર સામે કાર્યવાહી

  • પોલીસે જેસીબીથી શેડ કર્યો જમીનદોસ્ત 

ભરૂચ પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃર્તીઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે,જેના ભાગરૂપે NDPSના ગુન્હામાં સંડોવાયેલા આરોપીની રેસ્ટોરન્ટનો ગેરકાયદેસર શેડ પોલીસે જમીનદોસ્ત કરી દીધો હતો.

ગુજરાત રાજ્યભરમાં વધી રહેલી અસામાજિક પ્રવૃતિઓ પર અંકુશ લાવવા માટે રાજ્યના પોલીસવડા દ્વારા 100 કલાકમાં ગુનેગારી અલામ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા,જેના પગલે પોલીસતંત્ર દ્વારા કુખ્યાત આરોપીઓની યાદી તૈયાર કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે,ભરૂચ પોલીસ દ્વારા પણ NDPS કેસના આરોપી ઇમરાન પઠાણ ઉર્ફે થોભલીના ભઠીયારવાડ ચોક વિસ્તારમાં શાની ચાઈનીઝ એન્ડ આમલેટ રેસ્ટોરન્ટનો ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા શેડ પર તવાઈ બોલાવવામાં આવી હતી,અને જેસીબીની મદદથી આ શેડને જમીનદોસ્ત કરવામાં આવ્યો હતો.અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા તત્વો સામે પોલીસ કાર્યવાહીને પગલે ફફડાટ વ્યાપી ગયો છે.

Latest Stories