New Update
ભરૂચ પોલીસની મોટી કાર્યવાહી
નશીલા પદાર્થોનો નાશ કરાયો
31 ગુનામાં ઝડપાયો હતો 4કરોડથી વધુનો જથ્થો
બેઇલ કંપનીમાં નાશ કરવામાં આવ્યો
એસ.પી.મયુર ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાના આધારે પોલીસે સમગ્ર જિલ્લામાં દરોડા પાડી નસીલા પદાર્થોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.વિવિધ 31 ગુનામાં કુલ 4 કરોડ 43 લાખનો નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાયો હતો જેનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો.
ભરૂચના દહેજ ખાતે આવેલ બેઇલ કંપનીમાં નસીલા પદાર્થો ડ્રગસ, ગાંજાને ઇન્સ્યુલીટરીમાં સળગાવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.આ પ્રક્રિયા દરમિયાન જિલ્લા પોલીસવડા મયુર ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
વિતેલા વર્ષમાં ભરૂચ પોલોસે માદક પદાર્થોના સેવન અને દેશમાં થતી ડ્રગ્સની હેરાફેરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી અનેક દાખલારૂપ કાર્યવાહી કરી હતી જે અંતર્ગત ઝડપાયેલા નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે.