/connect-gujarat/media/media_files/2025/07/21/gamblers-arrest-2025-07-21-14-41-38.jpg)
ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચના અંતર્ગત પીઆઈ વી.કે.ભુતિયાની સુચના મુજબ જંબુસર પોલીસની ટીમે એક મહત્ત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં પો.સ.ઇ. કે.એન.સોલંકી તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.કો.રાજેન્દ્રસિંહ કુંવરસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે રૂદ્ર બંગ્લોઝ નજીક ખુલ્લા મેદાનમાં ચાલી રહેલા પત્તા પાનાથી જુગાર રમતા ઈસમો પર રેડ કરવામાં આવી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી પરેશ જયંતિભાઈ પટેલ, કીર્તિ ડાહ્યાભાઈ પટેલ,હિરેન કિરીટભાઈ પટેલ,હર્ષ રમેશભાઈ પટેલ અને વ્રજેશકુમાર બીપીનભાઈ પટેલ સાથે પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા ₹10,360,ત્રણ મોબાઈલ ફોન કિંમત અંદાજે ₹2,15,000, બે મૉટર સાયકલ કિંમત ₹2,00,000 તેમજ જુગારના સાધનો મળીને કુલ રૂ.4,25,360 ના મુદ્દામાલ સાથે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જંબુસર પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે.